આમ તો આપણે નોટબુક અને લેપટોપને એક જ વસ્તુ ગણતા હોઈએ છે, અને બંને વચ્ચે ખાસ કોઈ એવો તફાવત પણ નથી. છતાં આ બંને એકબીજાથી કેમ જુદા પડે છે તે જોઈએ. સૌથી પહેલા તો નોટબુક વિષે જોઈએ.
- નોટબુક કોમ્પ્યુટર એ ખાસ એ માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે કે જેથી તમે હરતા ફરતા કોમ્પ્યુટર વર્ક કરી શકો.
- આ ઉપરાંત તેમાં Entertainment માટેના features પણ ખાસ ઉમેરવામાં આવ્યા છે. ટૂંકમાં Work અને Entertainment આ બંને વસ્તુઓ નોટબુકની અંદર સમાવવામાં આવી છે.
- તે ખુબ જ હળવા હોય છે, તેથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે.
- તેની બેટરી લાઈફ ખુબ વધારે હોય છે, એટલે કે વધુ કલાક સુધી ચાલે છે.
- આ ઉપરાંત તે ખુબ પાતળા (thin) હોય છે.
- મોનીટર સ્ક્રીન ૧૨” થી ૧૪’’ ની નાની હોય છે.
- ઈન્ટરનલ મોડેમ હોય છે એટલે ઈન્ટરનેટ વાપરી શકાય છે,
- મોસ્ટઓફ ઈન્ટરનલ ફ્લોપી ડીસ્ક અને CD/DVD માટેની ફેસીલીટી હોતી નથી.
- નોટબુકનો ભાવ તેની નાની સાઈઝની ડિઝાઈનને કારણે બહુ વધારે હોય છે.
- લેપટોપ ખાસ work ને ધ્યાનમાં લઈને બનાવવામાં આવે છે. તેને તમે હરતા ફરતા work માટે વાપરી શકો છો.
- તે નોટબુક કરતા દેખાવમાં ખાસ્સા મોટા હોય છે અને વજન પણ વધારે હોય છે.
- નોટબુક કરતા પાવર પણ વધારે બાળે છે, એટલે બેટરી લાઈફ ઓછી હોય છે.
- ઈન્ટરનલ ગ્રાફીક્સ કાર્ડ, CD/DVD રાઈટર વગેરે ઉપલબ્ધ હોય છે.
- મોનીટર સ્ક્રીન ૧૪” થી ૧૭” જેટલી મોટી હોય છે.
- લેપટોપ અપગ્રેડેબલ હોય છે, એટલે કે અપગ્રેડ કરી શકાય છે.
આમ બંને વચ્ચે અમુક વાતો સરખી છે અને અમુક જુદી જુદી.