નોકિયા+એન્ડ્રોઈડ કેમ પોસીબલ નથી?

નોકિયા કે સાથ એન્ડ્રોઈડઃદિલ બહલાને કે લિયે ખ્યાલ અચ્છા હૈ!

નોકિયા એક સ્ટેરીયોટાઈપ્ડ બ્રાન્ડ વેલ્યૂ ધરાવતી મોબાઈલ કંપની છે.મતલબ કે નોકિયા એ મોબાઈલ દુનિયાની 'શાહરૂખ ખાન' છે.લોકપ્રિય છે,પરંતુ નવાં પ્રયોગો કરવાનું ટાળે છે.સરળતાથી સમજાવું તો નોકિયા તેની લોકપ્રિયતા ટકાવી રાખવાં માટે એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર જવાને બદલે એ જ રૂટીન પ્રોસેસરો અને મોંઘા સ્માર્ટફોનમાં વિન્ડોઝ ચલાવ્યે રાખે છે.જો એન્ડ્રોઈડ અને નોકિયા એકસાથે આવે તો??-વેલ,સામાન્ય મોબાઈલ યુઝર્સ માટે આ ઘી-કેળાં જેવી પરીસ્થિતી જરૂર ગણાય.પરંતુ નજીકના ભવિષ્યમાં આવુ બનવાનાં સંજોગો ઘણાં ઓછાં છે.

 

કારણ? -વેલ,શા માટે નોકિયા એન્ડ્રોઈડ સિસ્ટમ ના સ્વીકારે તેનાં કારણો તપાસતાં પહેલાં આપણે નોકિયા વિશે કેટલીક ફેક્ટ્સ જોઈએઃ

નોકિયા એ ફિનલેન્ડની એક પેપર-મીલનું નામ હતું જેનાં માલિક હતાં -ફેડ્રીક ઈડેસ્ટેમ.આ મીલ ૧૮૬૫નાં સમયગાળા દરમિયાન દક્ષિણ ફિનલેન્ડની આસપાસના વિસ્તારોમાં બહુ જ પ્રખ્યાત હતી.સમય જતાં જ્યારે ફેડ્રિક ઈડેસ્ટેમને મોબાઈલ મેન્યુફેકચરીંગનું ભૂત ચડ્યું.ફેડ્રિકે કોલેજકાળનાં મિત્ર લિઓ મેકેલીનને વાત કરી.લિઓ એ બિઝનેસ પાર્ટનર બનવાની ઈચ્છા દર્શાવી.અને આ રીતે એક પેપરમીલ વિશ્વવિખ્યાત મોબાઈલફોન બ્રાન્ડ 'નોકિયા'માં પરીવર્તિત થઈ.

નોકિયા માત્ર મોબાઈલ ફોન કે એને લગતી એસેસરીઝ જ નથી બનાવતી.૨૦૦૫ માં ડિઝીટલ કેમેરા બનાવતા વિશ્વનાં શ્રેષ્ઠ પાંચ મેન્યુફેક્ચર્સમાં નોકિયાનું નામ હતું.
 


નોકિયાએ બનાવેલો સૌપ્રથમ મોબાઈલફોનઃ મોબીરા સેનેટર

હવે એ જાણીએ કે નોકિયા અને એન્ડ્રોઈડ એકસાથે શા માટે નહી??

કદાચ આ પ્રશ્ન એવો છે કે પૃથ્વી પર એલિયનો હવે ક્યારે દેખા દેશે? મતલબ કે,આ વાત એટલી જ અશક્ય છે જેટલી નોકિયા એન્ડ્રોઈડ સિસ્ટ્મ(ઓપરેટીંગ સિસ્ટ્મ) ધરાવતાં સ્માર્ટફોન ડિઝાઈન કરવાં લાગે.આ વાત અશક્ય છે.પરંતુ શા માટે? જોઈએ તેનાં કારણોઃ

૧)એન્ડ્રોઈડ બધે જઃવર્તમાન પરીસ્થિતી મુજબ દર બીજા કે ત્રીજા દિવસે લોકલ કે ઈન્ટરનેશનલ મોબાઈલ બ્રાન્ડ એન્ડ્રોઈડ ફોન્સ રજૂ કરે છે.અરે..૧૫૦૦ કે ૨૦૦૦માં મળતાં ચાઈનીઝ સ્માર્ટફોન્સ પણ એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર બનેલાં હોય.આવાં સમયે ઈન્ટરનેશનલ લેવલે માત્ર સેમસંગ જ એવી મોબાઈલ બ્રાન્ડ છે જેમણે એન્ડ્રોઈડ પ્લેટફોર્મ સાથે કંઈક અંશે ન્યાય કર્યો હોય.સેમસંગ અત્યારે એન્ડ્રોઈડ પ્રોસેસરો વાપરતી નંબર વન મેન્યુફેકચરીંગ બ્રાન્ડ છે,જ્યારે નોકિયા વિન્ડોઝ પ્લેટફોર્મ પર મોબાઈલ ડિઝાઈન કરતી નંબર વન બ્રાન્ડ છે.જો નોકિયા એન્ડ્રોઈડનું શરણ સ્વીકારે અને એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર સ્માર્ટફોન બનાવવા લાગે તો આડકતરી રીતે સેમસંગનું કામ સરળ થઈ જાય.એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર સેમસંગ સામે નોકિયા ઝીંક ના ઝીલી શકે.અને સરવાળે નોકિયાની હાલત આજે સોની એરીકસન કે માઈક્રોમેક્સની છે એવી થઈ જાય.ખોટનો ધંધો તો ના થાય પરંતુ સેમસંગથી ઘણી બધી બાબતે નોકિયા હારી જાય.અને આ બધાની અસર કંપનીનાં રેવેન્યૂ પર પડે.આથી જ નોકિયા એ છેક શરૂઆતથી એન્ડ્રોઈડ વિરોધી વલણ અપનાવેલ છે.છે ને સ્માર્ટમૂવ!!


૨)માઈક્રોસોફ્ટ સાથે દગાખોરીઃનોકિયા લિમીટેડને ફાઈનાન્સીયલ ક્રાઈસીસ સમયે માઈક્રોસોફ્ટે કરોડો ડોલર્સની સહાય કરી હતી.એ સમયે વિધીવત રીતે બંને કંપનીઓ વચ્ચે એવો કરાર થયેલો કે નોકિયાનાં સ્માર્ટફોન્સમાં માઈક્રોસોફ્ટ તેનાં વિન્ડોઝ પ્રોસેસરો બેસાડવાનાં.મતલબ કે નોકિયા ચાહે તોપણ એન્ડ્રોઈડને આવકારી ના શકે.અને નોકિયાને વધારે વેપારની લ્હાયમાં માઈક્રોસોફ્ટ સાથે દગાખોરી તો ના જ પોસાય.

મુશ્કેલીનો મિત્ર માઈક્રોસોફ્ટ ના મૂકાય!



૩) ગૂગલ મેપનો ડખ્ખોઃ ૨૦૦૫માં જર્મની-બેઝ્ડ ડિઝીટલ મેપ સપ્લાયર કંપની નેવટેક સાથે નોકિયાએ ૮ કરોડ બિલીયન ડોલરનો કરાર કરેલો.આ કરાર શું હતો? કે નેવટેકે નોકિયાના દરેક સ્માર્ટફોનમાં ડિઝીટલ મેપ ઈન્સ્ટોલ કરવાનાં.જો હવે નોકિયા તેનાં સ્માર્ટફોન્સમાં એન્ડ્રોઈડ સિસ્ટમ વાપરે તો તેમાં ઈનબિલ્ટ ગૂગલ મેપ આવે.તો નેવટેકનું શું કરવું,કરોડો બિલીયન ડોલર્સનું દેવાળું થઈ જાય.

નેવટૅક ડિઝીટલ મેપ લોગો

 ઉપરોક્ત કારણોને લીધે નોકિયા એન્ડ્રોઈડ સાથે તાલ મિલાવી ના શકે.બીજા પણ કારણો હોય શકે પરંતુ એ વાત નક્કી છે કે નોકિયા એ દુનિયાની કેટલીક ચુનિંદા કંપનીઓમાં શુમાર છે જેણે પોતાના ગ્રાહકો સાથે સતત વિશ્વાસનો સબંધ જાળવી રાખ્યો  છે.વધુ નફાની કે વધુ વેપારની લ્હાયમાં નોકિયા તેની બ્રાન્ડવેલ્યૂ સાથે છેતરપિંડી ના જ કરે.અને તેની જગ્યાએ કોઈપણ બીજી ઈન્ટરનેશનલ લેવલની કંપની આવાં પગલાં ના ભરી શકે.

માટે નોકિયા+એન્ડ્રોઈડનો મીઠો-મધુરો ખ્યાલ મનમાંથી કાઢી નાંખો અને તમારાં એન્ડ્રોઈડ સ્માર્ટફોનને ચાર્જીંગમાં મૂકી દો.એન્ડ્રોઈડ-ફોન્સની બેટરી સાવ બંડલ કક્ષાની 'ડલ' હોય છે,સિવાય કે તમારી પાસે ૩૦થી ૩૫ હજારવાળો એન્ડ્રોઈડ સ્માર્ટફોન હોય.નોકિયાની આ ક્ષેત્રે ખૂબી ગણી શકાય.

આવજો...

 


નોકિયા એન્ડ્રોઈડ આવું કોમ્બીનેશન લાગે
:)

 

 

 

 

 

 

 

આઝાદીનાં ૬૭ વર્ષોઃસરદાર અને નહેરૂ વચ્ચે કંપેરીઝ્ન

----------------------------------------------
આ માણસ કેમ મારા પર દાદાગીરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે?માઉન્ટબેટને વિચાર્યુ.સામે બેઠેલા ચટ્ટાન જેવાં આદમી આગળ તેમની'કામણની કામગીરી'એકાએક અટકી ગઇ હતી.ખંભા પર ખાદીની ધોતી નાખેલો,ચળકતી ટાલવાળૉ,રૂક્ષ,ખૂરશીમાં કડક ગોઠવાયેલો આદમી,હિંદુસ્તાની રાજકારણીની બદલે કોઇ રોમન સેનેટર જેવો લાગતો હતો.

શબ્દોને આડેધડ વાપરનારા દેશમાં,સરદાર પટેલ એક એવી વ્યકતિ હતાં,જે એક કંજુસની માફક શબ્દોને સંઘરી રાખતાં.

નવો સમાજ રચવાના નહેરુંના અલૌકિક આદર્શો સાથે સરદાર પટેલને કાંઇ લેવાદેવા ન હતાં.બહાદૂર સમાજવાદી દુનિયાના સ્વપના જોતાં જવાહરલાલના વિચારને 'પોપટીયા અવાજ'તરીકે સરદાર પટેલ ફગાવી દેતાં હતાં

તેમનાં જ એક મદદનીશે પટેલના વિશે જણાવ્યું હતું કે,'વલ્લભભાઇ એક એવા શહેરમાંથી આવતાં હતાં,મશીનો,ફેકટરીઓ અને કાપડઉધોગનાં કેન્દ્રમાં તે ઉછર્યા હતાં;જયારે નહેરું એક એવી જગ્યાએથી આવતાં હતાં;જ્યાં ફૂલો અને ફળૉનો ઉછેર થતો હતો.

૩૩ વર્ષની વયે સરદાર પટેલ બેરિસ્ટર બનવાં વિલાયત જાય છે.પોતાની જાતકમાઇમાંથી વિલાયત ગયેલા સરદાર પટેલના રહેઠાણથી મિડલટેમ્પલ ખાતેની 'ઇન્સ ઓફ કોર્ટ'ની લાઇબ્રેરી વચ્ચે ૧૧ માઇલનું અંતર હતું,તે પગે ચાલીને પટેલ જતાં હતાં.

ઉપરોકત લખાણ લેરિ કોલિન્સના ચર્ચાસ્પદ પુસ્તક'ફ્રિડમ એટ મિડનાઇટ'માંથી લીધેલા છે.

હવે જોઇએ કે હિંદસ્તાનની આઝાદીમાં સૌથી વધું ચર્ચામાં જે ચારેય નામ હતાં તેઓ ,ગાંધી,સરદાર,જિન્હા અને નહેરું.આ ચારેય જણા બેરિસ્ટર થવાં વિલાયત ગયાં હતાં.આ ચારેય વ્યકિતમાંથી ગાંધી અને સરદાર વિલાયતમાં સાદગીથી રહેતાં હતાં અને નહેરું અને જિન્હા બંને ત્યાની બ્રિટિશ લાઇફસ્ટાઇને પુરી રીતે માણીને રહેતાં હતાં.

આ બધામાં જિન્હાતો ચારચાસણી ચડે તેવાં હતાં.સુંદર સૂટ,સેમ્પેઇન,વાઇન અને બ્રાનડીના શોખીન જિન્હા મુસલમાન હોવાં છતાં સુંવરનું માંસ ખાતા,ચિરુટ પીતા હતાં.નિયમિત દાઢી કરતાં હતાં અને એટલી જ નિયમિતતંથી દર શુક્રવારે નમાઝ પઢવાનું ટાળતા હતાં.

એક વાર મુંબઇની ચાલુ કોર્ટે વલ્લભભાઇને એમની પત્નીના અવસાનનો તાર મળ્યો,તે તાર વાંચીને કોર્ટની આગળની કાર્યવાહીમાં જોડાય ગયાં.

વલ્લભભાઇના દિલ્હી ખાતેનાં નિવાશસ્થાને હિંદુસ્તાનના લેખકોએ હિંદ વિશે લખેલા ઘણા પુસ્તકો હતાં.દેશના અલગ અલગ પ્રાંતમાંથી ૩૦ જેટલા અખબારો આવતાં હતાં.

ફરીથી ફ્રિડમ એટ મિડનાઇટ પુસ્તકના સરદાર ઉપર લખેલા એક વાકય ઉપર નજર-નહેરું ભલે ગાંધીની ચાદર ઓઢતાં હોય પણ વલ્લભભાઇ જાણતાં હતાં કે સ્વતંત્ર હિંદને બીજા સીઝરની જરૂર પડશે.જિન્હા સાથે વલ્લભભાઇને સારા સંબધ હતાં,એ જિન્હાની માફક જ વલ્લભાઇને ઓછા આંકવામાં આવ્યાં હતાં,ગાંધી અને નહેરું પ્રત્યે મમતાં ઠાલવનાર સૌએ વલ્લભભાઇની ગણતરી કમ કરી હતી...એ એક ગંજાવર ભૂલ હતી.તેના એક મદદનીશે કહ્યું હતું કે,'ખરેખર તો 'વલ્લભભાઇ' જ હિંદના છેલ્લા મોગલ હતાં

ત્રાજવાના એક પલડામાં સરદારસાહેબને મુકવામાં આવે અને બીજા પલડામાં બધા નેતાઓને મુકવામાં આવે તોપણ સરદારસાહેબનું પલડું ઊંચું ના કરી શકાય,બધા નેતાઓ માટે કહી શકાય કે આ ન હોત તોચાલત.વાંધો ન આવત પણ સરદારસાહેબ માટે એવું કહી જ ન શકાય સરદાર ન હોત તો કશું બગડી જવાનું ન હતું. તે અનિવાર્ય હતા.એક માત્ર અનિવાર્ય.(સ્વામી સચ્ચિદાનંદ)

આજે કોંગ્રેશનાં પ્રચારતંત્રમાં એક પણ જગ્યાએ સરદાર પટેલનો ફોટો નજરે પડતો નથી.એ ના ભૂલવું જોઇએ કે એક મહાન ગુજરાતીના બલિદાનથી અને સાચી રાષ્ટ્રભાવનાને કારણે નહેરુંને વડાપ્રધાન પદની ખૂરશી પર બેસવા મળ્યું હતું.સરદાર કેવા દેશભકત હતા,તેના અનેક દાખલા છે.કાયદાની દર્ષ્ટીએ પણ વડાપ્રધાન પદના દાવેદાર તે જ હતાં.૧૯૪૬ માં જે વ્યકિત કોંગ્રેશની પ્રમુખ બની હોય તે સ્વાભાવિકપણે જ હિંદની સરકારના વડા તરીકે પણ પંસદગી જ હોય.હિંદુસ્તાનની ૧૬ માંથી ૧૫ પ્રદેશ કોંગ્રેશ સમિતિઓએ સરદાર પટેલની તરફેણમાં મતદાન કર્યું હતું.પરંતુ ગાંધીજીના બોલને કદી નહી ઉથાપનાર સરદારે ગાંધીજીના કહેવાથી તેમને નહેરુ માટે ખુરશી છોડી દીધી હતી.કારણકે સરદારને પોતાની જાત કરતાં દેશને મહાન બનાવવામાં રસ વધું હતો.એક મહાન અને મર્દ ગુજરાતીના બલિદાનને ભુલી જઇને આજે કોંગ્રેશ પ્રચારમાં નહેરુના ફોટાનો ઉપયોગધું કરે છે.

સરદારની જન્મજંયતી અને ઇન્દિરાજીની મરણતીથિ એક જ દિવસે આવે છે.કોંગ્રેશે તો હદ કરી નાખી છે,જે મજબુત બે પાયા ઉપર કોંગ્રેશની ઇમારત ઉભી છે,એવા ગાંધી અને સરદારનું કોંગેશના પ્રચારતંત્રમાં સ્થાન જ નથી,એની બદલે બોફોર્શકાંડ અને શાહબાનું કેસમાં બદનામ થયેલા રાજીવગાંધીના ફોટા વધારે દેખાય છે.

સરદાર પટેલને સમાજવાદ પ્રત્યે પણ એટલી જ ચીડ હતી.૧૯૩૪માં આચાર્ય નરેન્દ્ર દેવ અને જયપ્રકાશ નારાયણ બંનેએ મળીને 'અખિલ ભારતીય કોંગ્રેશ સોશ્યાલિસ્ટ પાર્ટી'નું નવું માળખું તૈયાર કર્યું હતું.ત્યારે સરદારે આ સમાજવાદીઓને આડે હાથે લીધા હતાં. સરદાર નીવેદન આપતા કહ્યું હતું કે,'આ પાર્ટીનું બધું જ્ઞાન પુસ્તક પંડીતોને આધારિત છે.પ્રજા અને દેશની સમસ્યા ઉકેલવાનો વ્યવ્હારિક અભિગમ આવા લોકોની સમજ બહારનો વિષય છે

એ પછી ગુજરાતમાં સમાજવાદીઓએ પોતાની પાર્ટીની શાખા ખોલી ત્યારે સરદારે પટેલે બયાન આપતાં કહ્યું હતું કે,'જે રીતે મારા ઘરમાંથી એક પાગલ કુતરાને હાંકી કાઢું એ જ રીતે આ પ્રકારનાં સમાજવાદને ગુજરાતમાંથી હાકી કાઢીશં.'

આઝાદીના ચાર દિવસ અગાઇ ૧૧ઓગષ્ટ ૧૯૪૭નાં રોજ બધી રિયાસતોને ચેતવણી આપતાં સરદારે બયાન આપ્યું કે,'ચાર દીવસની અંદર વિદેશી સરકાર ચાલી જશે,માટે ૧૫ ઓગષ્ટ બધી રિયાસતોએ હિંદમાં જોડાય જવાંનું છે.અન્યથા જે રિયાસતો નહિં જોડાય એમની સાથે કઠોર વ્યવાહર કરવામાં આવશે.' પરિણામે ૫૬૫ રજવાડામાંથી ૫૬૧ રજવાડા આઝાદ હિંદ સાથે જોડાય ગયાં

૭,સપ્ટેમ્બરના રોજ માઉન્ટબેટને જુનાગઢના મામલાને સયુંકત રાષ્ટ્રમાં લઇ જવાનો પ્રસ્તાવ પણ રાખ્યો હતો,ત્યારે સરદારે નહેરૂં સહિત અન્ય નેતાઓને વિરોધ વચ્ચે જુનાગઢનો મામલો પોતે સંભાળી લઇને જુનાગઢ લશ્કર મોકલવાનો તાત્કાલિક નિર્ણય લીધો હતો.

એ પછી ૧૩ નવેમ્બરનાં રોજ કાઠિયાવાડમાં જુનાગઢની પ્રજાને સંબોધતા સરદારે જુનાગઢની પ્રજાને કહ્યું હતું કે,'જે લોકો હજું પણ બે રાષ્ટ્રનાં સિધ્ધાંતમાં માને છે અને જેઓની હમદર્દી પાકિસ્તાન સાથે છે,તેવા લોકોનું કાઠિયાવાડમાં કોઇ સ્થાન નથી.જેઓનાં મનમાં હિંદ પ્રત્યે વફાદારી નથી,તેઓ પાકિસ્તાન ચાલ્યા જાય.'

૨૦ ફેબ્રુઆરી ૧૯૪૮નાં રોજ જુનાગઢમાં જનમત લેવાયો.કેવળ ૯૧ મતો જ પાકિસ્તાન તરફી પડ્યાં.૨૦ ફેબ્રુઆરી ૧૯૪૯નાં રોજ સૌરાષ્ટ્રસંધમાં જુનાગઢને ભેળવી દેવામાં આવ્યું...આ હતી સરદારની ખુમારી...


આ બાજું હૈદ્રાબાદનો મુસ્લિમ નિઝામ મીર ઉસ્માનઅલીને પાકિસ્તાન સાથે જોડાવું હતું.આ નવાબે હિંદ સરકારની જાણબહાર ૨૦કરોડ જેવી માતબર રકમ પાકિસ્તાનને ખેરાતમાં આપી દીધી,અને અધુરામાં પુરું નિઝામે હિંદ સરકારને ધમકી આપતાં કહ્યું કે,"જો હિંદ સરકાર હૈદ્રાબાદના મામલે કોઇ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે તો હૈદ્રાબાદમાં રહેતાં દોઢ કરોડ હિંદુઓનાં હાડકા અને રાખ સિવાય કંઇ હાથમાં નહી આવે."

બ્રિટનની પાર્લામેન્ટમાં ચર્ચિલે હૈદ્રાબાદની નિઝામની તરફેણમાં નિવેદન આપ્યું હતું.તેથી ગુસ્સે ભરાયેલા સરદારે ચર્ચિલને આડે હાથ લેતાં નિવેદન આપ્યું હતું કે,"ચર્ચિલ એક નિર્લજ સામ્રાજયવાદી નેતા છે,જ્યારે હિંદમાં બ્રિટનની સત્તા છેલ્લા શ્વાસ લઇ રહી છે ત્યારે તેની બુધ્ધિહિનતાં,હઠાગ્રહ,તર્ક,કલ્પનાં વિવેકની સીમાં પાર કરી ગઇ છે.ઇતિહાસ સાક્ષિ છે,ચર્ચિલની નીતિને કારણે જ હિંદ અને બ્રિટન વચ્ચેની મૈત્રીનાં પ્રયાસો અસફળ રહ્યાં છે."

આ બાજું મુસ્લિમ રઝાકારો હૈદ્રાબાદમાં રહેતાં હિંદુઓ ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવાનો શરું કરી દીધો.નિઝામે હજારો કોંગ્રેશી કાર્યકરોને જેલમાં નાંખી દીધા.૯ સપ્ટેમ્બર ૧૯૪૮નાં રોજ સરદારે તાત્કાલિક નિર્ણય લેતાં જનરલ જે.ચૌધરીનાં નેતૃત્વ હેઠળ હૈદ્રાબાદમાં લશ્કર મોકલવાનું નક્કી કર્યું.

"ઓપરેશન પોલો"નાં નેજા હેઠળ હિંદનાં લશ્કરે હૈદ્રાબાદ પર કાર્યવાહી શરૂં કરી અને અંતે હૈદ્રાબાદનાં મુસ્લિમ નિઝામ મીર ઉસ્માન અલીએ શરણાગતી સ્વીકારી લીધી અને ઉભી પુંછડીએ પાકિસ્તાન ભાગી ગયો.


એ વખતે હૈદ્રાબાદનો હવાલો સંભાળનાર કનૈયાલાલ મુનશીએ એક બ્યાન આપતાં કહ્યું હતું કે,"જો નહેરુંની ઇચ્છા અનુસાર આ કાર્યવાહી થઇ હોત તો હિંદનાં પેટ ઉપર એક બીજું પાકિસ્તાન ઉભું થઇ ગયું હોત."

આ બાજું કાશ્મીરમાં ગંભીર પરિસ્થતી ઉભી થઇ રહી હતી.મુસ્લિમ અફઘાનીઓ,પઠાણો,કબિલાવાળા મુસ્લિમોએ એક સંપ કરીને કાશ્મીરમાં મોટા પાયે ઘુસપેઠ શરું કરી દીધી.કાશ્મીરમાં રહેતાં હિદુઓ અને પંડીતો ઉપર બેરહેમીથી ઝુલ્મ શરું કર્યો.મોટાપાયે લૂંટફાંટ,હિંદુ સ્ત્રીઓ સાથે બળાત્કાર અને હિંદુઓની બેરહમીથી કત્લેઆમનો સિલસિલો કરી દીધો....આ ઘટનાની વિગતવાર અને રજેરજની માહિતી માટે વિજયગુપ્ત મૌર્યનું પુસ્તક 'કાશ્મીરનું અગ્નિસ્નાન'વાંચી જવાં નમ્ર વિંનતી છે.

કાશ્મીરનો મામલો જવાહરલાલ અને ગોપાલસ્વામી આંયગરે પોતાનો અલગ મામલો ગણીને સરદારનાં ગૃહખાતાથી અલગ રખાવ્યો હતો.અંતે નહેરુંની અણસમજ,માઉન્ટબેટન પ્રત્યેના અહોભાવ,ઢીલીપોચી નીતિનાં કારણે કાશ્મીરનો મામલો સયુકત રાષ્ટ્રસંઘમાં પહોંચી ગયો.જે આજ સુધી અટકાયેલો પડયો છે.

ઘટનાં બાદ દુઃખી હ્રદયે સરદારે નિવેદન આપ્યું હતું કે,"જો જવાહરલાલ અને ગોપાલ સ્વામી આંયગરે કાશ્મીરને પોતાનો વ્યકિતગત વિષય બનાવીને મારા ગૃહખાતાથી અલગ ના રાખ્યો હોત તો કાશ્મીર સમસ્યાનો ઉકેલ હૈદ્રાબાદની જેમ આજે આવી ગયો હોત.

આજે હિદુસ્તાનની પ્રજા નહેરુંની નાદાનીની કિંમત કેટલી મોટા પાયે ચુકવી રહી છે.


અધુરામાં પુરૂં જવાહરલાલ અને માઉન્ટબેટનના કારણે ૩૭૦ની હિંદુસ્તાનને ખતરારૂપ કલમ મળી તે નફામાં.આ કલમ હિંદુસ્તાનના દરેક નાગરીકને એક જોરદાર તમાચારૂપ છે.આજે કાશ્મીરીઓ સ્વતંત્ર કાશ્મીરની માંગણી કરે છે તે તદન ગેરવ્યાજબી છે.પારકી ભૂમિ ઉપર રચાયેલી દરેક મુસ્લિમ સલ્તનતમાં અંદરોઅંદરની લડાઇઓ અને ટુકી બુધ્ધિના કારણે વહીવટ ખોંરભે ચડ્યો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ આપણી નજર સામેના દાખલા છે...
૩૭૦ની કલમ માટે જો કોઇ દોષીત હોય તો જવાહરલાલ નહેરુ,ગોપાલ સ્વાંમી આંયગર અને શેખ અબદુલ્લા છે.૧૯૪૭માં નહેરૂની સુચનાથી શેખ અબદુલ્લા ૩૭૦ની કલમનો મુસદ્દો લઇને બાબા સાહેબ આંબેડકરને મળવા ગયાં ત્યારે બાબાસાહેબ રીતસર શેખને ધમકાવીને કાઢી મુકયા હતાં.

જ્યારે શેખ વીલા મોઢે નહેરુ પાસે પાછા ગયા ત્યારે નહેરુએ બિટીશકાળના બાહોશ સનદી અધિકારી ગોપાલસ્વામી આંયગર ઉપર દબાણ કરીને બંધારણ સભામાં આ મુસદો રજુ કરાવ્યો.

એ તો ઠીક..તે સમયે મૌલાના આઝદ જેવા મુસ્લિમ નેતાએ પણ આ મુદદ્દાનો સખત વિરોધ કર્યો હતો.મૌલાનાએ પોતાની દલીલ રજુ કરતા કહ્યુકે,’આ આખી કલમ કાશ્મીરને દેશથી જુદુ પાદી દેશે.જોકે આ જ દલીલ સરદાર પટેલે પણ નહેરુની સામે ઉચ્ચારી હતી.
એ સમયે બંધારણના સભ્યોનો વિરોધ શાંત કરવા નહેરુએ કહ્યુકે,’આ કલમની જોગવાય કામચલાઉ ધોરણે છે.’

પરંતુ આજ સુધી નહેરુના વારસદારો ઇન્દિરાથી લઇને સોનીયા સુધી કોઇએ પણ આ કામચલાઉ જોગવાય દુર કરવાની હિંમ્મ્ત કરી નથી.

આઝાદીના સમયથી આજ લગી કોંગેશની નીતિ..”ગાય મારીને કુતરાને ધરાવવાની રહી છે.”


સરદાર પટેલ પછી કોંગેશમાં મર્દ નેતાની ફસલ પાકવાની બંધ થઇ ગઇ છે.
હિંદુસ્તાન અને પાકિસ્તાનનાં ભાગલા સમયે સરદાર,જિન્હા અને ડૉ.આંબેડકર આ ત્રણેય વ્યકિતઓ બંને બાજુએથી વસતિની ફેરબદલીની તરફેણમાં હતાં


એ સમયે જિન્હાનાં સાથીદાર સીંધ પ્રાંતનાં પીર ઇલાહી બક્ષે પણ નિવેદન આપ્યું હતું કે -" જો વસતિની સંપૂર્ણપણે ફેરબદલી કરવામાં આવશે જ બંને બાજુએ સાંપ્રાદાયિક તનાવનો અંત આવશે અને લધુમતિઓની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવી શકશે."

આઝાદી પછી હિંદમાં તેજીથી પરિવર્તનની જરૂર હતી. ત્યારે રિયાસતોનાં મામલે સરદારની કઠોર નીતિના કારણે ભીરું પ્રકૃતિના નહેરુંનો સરદાર સાથે ટકરાવ થયો હતો.કાશ્મીરનો મામલો સયુંકત રાષ્ટ્રસંઘમાં જતાં અને કાશ્મીરનાં મામલે પાકિસ્તાન સામે કઠોર પગલા લેવા બાબતે નહેરુંની ઢીલીપોચી નીતિનાં કારણે સરદારે ગુસ્સે થઇને નહેરુંને, "ભારતનો પાક્કો મુસલમાન" જેવા શબ્દો કહી દીધા હતાં.

એ સમયે ડૉ.આંબેડકરે ગ્રીસ અને તુર્કીનો દાખલો આપતાં કહ્યું હતું કે,"ગ્રીસ અને તુર્કીની જેમ પધ્ધતીસર વસતિની ફેરબદલી થવી જોઇએ.પાકિસ્તાનમાં રહેતાં શીખ અને હિંદુઓ તમામ હિંદમાં આવી જાય અને હિંદમાં રહેતાં તમામ મુસલમાનો પાકિસ્તાન ચાલ્યાં જાય.આ રીતે પધ્ધતીસર વસતિની ફેરબદલી થશે તો જ દેશમાં શાતિ સ્થાપાશે...જો કે ડૉ.આંબેડકરે એક બીજી વાત પણ કહી હતી કે ગ્રીસ અને તુર્કીની વસતિના મામલે અહિંયાની ફેરબદલી બહું મોટાપાયે છે,પણ કાયમી શાંતિ માટે આ એક જ આખરી ઉપાય છે.

કદાચ આજે સરદાર,જિન્હા અને આંબેડકરની સમજણ મુજબ વસતિની ફેરબદલી થઇ હોત તો આઝાદી પછી બનતી આવતી કોમી ઘટનાઓ,આંતકવાદ અને આંતકવાદીઓને સહેલાયથી મળી રહેતાં સ્થાનિક મોડયુલો મળી રહેવાં,બાબરી મસ્જિદ,ગોધરાકાંડ જેવી ધટનાઓ બનવાનો અવકાશ જ ના રહેવા પામત......ઇન્શા અલ્લાહ...જય હિંદ

નોટબુક કોમ્પ્યુટર અને લેપટોપ વચ્ચેનો તફાવત


આમ તો આપણે નોટબુક અને લેપટોપને એક જ વસ્તુ ગણતા હોઈએ છે, અને બંને વચ્ચે ખાસ કોઈ એવો તફાવત પણ નથી. છતાં આ બંને એકબીજાથી કેમ જુદા પડે છે તે જોઈએ. સૌથી પહેલા તો નોટબુક વિષે જોઈએ.

  • નોટબુક કોમ્પ્યુટર એ ખાસ એ માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે કે જેથી તમે હરતા ફરતા કોમ્પ્યુટર વર્ક કરી શકો.
  • આ ઉપરાંત તેમાં Entertainment માટેના features પણ ખાસ ઉમેરવામાં આવ્યા છે. ટૂંકમાં Work અને Entertainment આ બંને વસ્તુઓ નોટબુકની અંદર સમાવવામાં આવી છે.
  • તે ખુબ જ હળવા હોય છે, તેથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે.
  • તેની બેટરી લાઈફ ખુબ વધારે હોય છે, એટલે કે વધુ કલાક સુધી ચાલે છે.
  • આ ઉપરાંત તે ખુબ પાતળા (thin) હોય છે.
  • મોનીટર સ્ક્રીન ૧૨” થી ૧૪’’ ની નાની હોય છે.
  • ઈન્ટરનલ મોડેમ હોય છે એટલે ઈન્ટરનેટ વાપરી શકાય છે,
  • મોસ્ટઓફ ઈન્ટરનલ ફ્લોપી ડીસ્ક અને CD/DVD માટેની ફેસીલીટી હોતી નથી.
  • નોટબુકનો ભાવ તેની નાની સાઈઝની ડિઝાઈનને કારણે બહુ વધારે હોય છે.
હવે લેપટોપ વિષે જોઈએ.
  • લેપટોપ ખાસ work ને ધ્યાનમાં લઈને બનાવવામાં આવે છે. તેને તમે હરતા ફરતા work માટે વાપરી શકો છો.
  • તે નોટબુક કરતા દેખાવમાં ખાસ્સા મોટા હોય છે અને વજન પણ વધારે હોય છે.
  • નોટબુક કરતા પાવર પણ વધારે બાળે છે, એટલે બેટરી લાઈફ ઓછી હોય છે.
  • ઈન્ટરનલ ગ્રાફીક્સ કાર્ડ, CD/DVD રાઈટર વગેરે ઉપલબ્ધ હોય છે.
  • મોનીટર સ્ક્રીન ૧૪” થી ૧૭” જેટલી મોટી હોય છે.
  • લેપટોપ અપગ્રેડેબલ હોય છે, એટલે કે અપગ્રેડ કરી શકાય છે.
લેપટોપની અંદર ડેસ્કટોપ કોમ્પ્યુટરની અંદર મળતી તમામ સુવિધાઓ મળે છે છતાં મોબાઈલ પાસું મળે છે.
આમ બંને વચ્ચે અમુક વાતો સરખી છે અને અમુક જુદી જુદી.

Friday, February 8, 2013 Tags: 0 comments

આઠ નંબરની બારી...(વિન્ડોઝ-૮) વિશે.

ચાલો આજે વિન્ડોઝ-૮ ની કેટલીક વિશેષતાઓ ચકાસીએ..



૧)શાનદાર પરફોર્મન્સઃમાઈક્રોસોફ્ટ દુનિયાની કેટલીક એવી કંપનીઓમાં શુમાર છે કે જે તેની પ્રોડક્ટ વેલ્યુ જાળવવા માટે અનેક પ્રયોગો કરે રાખે.અબજો રૂપિયા માત્ર સંશોધન પાછળ ખર્ચી નાંખે.પ્રોડક્ટ વેલ્યુ જાળવવા ગમે તે હદે જઈ શકે.આમ છતાં પણ વિન્ડોઝ વિસ્ટા વખતે ભૂલ થયેલી.આ ભૂલને(કઈ ભૂલ??-વેરી ગુડ ક્વેશ્ચન ;)--ભૂલ એ જ કે માઈક્રોસોફ્ટ દ્વારા વિસ્ટાને વધુ-પડતી હાર્ડવેર-સપોર્ટીવ બનાવવા જતાં તેનો ફિયાસ્કો થયેલો,કારણ કે વિસ્ટા ઓપરેટીંગ સીસ્ટમ વધુ પડતી સ્લો થઈ ગયેલી.અહીં એ ભૂલનું પુનરાવર્તન થયું નથી અને વિન્ડોઝ-૮ હાર્ડવેર સપોર્ટીવ તો છે જ સાથે ઓછી રેમ ધરાવતાં કમ્પ્યૂટરોમાં સ્મૂધલી ચાલી શકે છે.


૨)ઝડપી ઓન-ઓફઃવિન્ડોઝ-૮માં હાઈબરનેટીંગ અને શટ-ડાઉન આ બંને ટેકનીકનો ઉપયોગ કરીને હાઈબ્રીડ-બૂટ-ટેક્નીકનો ઉપયોગ થયો છે(જોયું?? છે ને કમ્મ્માલ!).જ્યારે મારી તમારી જેવા યુઝર સીસ્ટમને શટ-ડાઉન કરે ત્યારે હાઈબ્રીડ-બૂટ ઓટોમેટીક રીતે કર્નલને હાઈબરનેટ કરી દે જેથી બીજીવાર કોમ્પ્યુટર સ્ટાર્ટ કરતી વખતે જલદી સ્ટાર્ટ થઈ જાય.


૩)નવી સર્ચ સુવિધાઃવિન્ડોઝ-૮માં સ્ટાર્ટ સ્ક્રિન પર કોઈ સર્ચ બોક્સ નથી(યાદ છે બિલોરી કાચ વાળુ સર્ચ બોક્સ??).વિન્ડોઝ-૮માં કાંઈક ટાઈપ કરવાનું શરૂ કરો તે ઓટોમેટીકલી સર્ચ થવા લાગે.આ સુવિધા લિનક્સ ના ઉબુન્ટુમાં પણ છે. કોઈ પણ એપ્લીકેશન,ફાઈલ ઝડપથી શોધી શકાય.


૪)વિન્ડોઝ સ્ટોરઃવિન્ડોઝ સ્ટોર એ ઓનલાઈન એપ્લીકેશન સ્ટોર છે.જે મિત્રો ઉબુન્ટુ કે મેક વાપરતાં હશે તેને એપ્લીકેશન સ્ટોરની ખબર હશે જ કારણ કે આ બંને ઓપરેટીંગ સીસ્ટમમાં ઘણાં સમય પહેલાથી એપ્સ સ્ટોર ઈનબિલ્ટ આવે છે.એન્ડ્રોઈડ મોબાઈલમાં આવતી ગુગલ પ્લે એપ્લીકેશન યાદ છે?? બસ તેની જેમ જ વિન્ડોઝ સ્ટોરમાં જઈને તમે મનગમતી એપ્લીકેશન,વિજેટ ડાઉનલોડ કરી શકો.એ પણ વળી ફ્રી માં.


૫)ઝડપથી કોપી કરવાની સુવિધાઃવિન્ડોઝ-૮માં કોપીબારમાં પોઝ,રીઝ્યુમ જેવા ઓપ્શન આપવામાં આવ્યાં છે.જેથી યુઝર્સને નવો કોઈ કોપી સોફ્ટવેર વાપરવો ના પડે(ટેરા કોપી તેરા ક્યા હોગા??).ડેટા ટ્રાન્સફર રેટ પણ વધ્યો છે.


૬)ઈમેજ અને ફાઈલ ચલાવવાંઃઅગાઉની વિન્ડોઝ માં ફાઈલ ચલાવવા માટે ડેમોન ટૂલ્સ કે એ પ્રકારનાં બીજા સોફ્ટવેર વાપરવા પડતાં.જ્યારે વિન્ડોઝ-૮માં તે માટે એક ઈનબિલ્ટ સોફ્ટ્વેર આવે છે.વારંવાર ડિસ્ક અંદર-બહાર કરવાંને બદલે એકવાર માઉન્ટ કરી દેવાથી સેવ થઈ જાય.ગમે ત્યારે ઉપયોગ કરી શકો.


૭)ઈનબિલ્ટ એન્ટી-વાયરસઃવિન્ડોઝ-૮માં માઈક્રોસોફ્ટ સંચાલિત વિન્ડોઝ ડિફેંડર નામનો સોફ્ટ્વેર આવે છે.જો કે આ સોફ્ટ્વેર માઈક્રોસોફટ સિક્યોરીટી એસેંશ્યીલનું નવું નામ જ છે.વિન્ડોઝ-૮માં વેબ ફિલ્ટરીંગ,એપ્લીકેશન રીસ્ટ્રીકશન જેવી સુવિધાઓ પણ ઈનબિલ્ટ છે.જે સિક્યુરીટી ટાઈટ રાખે છે


૮)એક કરતાં વધુ સ્ક્રીનઃવિન્ડોઝ-૮માં તમે એક ટેબમાં ડેસ્કટોપ ચાલુ રાખી શકો તો બીજા ટેબમાં સ્ટાર્ટ મેનુ જોઈ શકો.અફકોર્સ બંને વચ્ચે સ્વેપ કરી શકાય.


૯)ક્લાઉડ કોમ્પ્યુટીંગઃક્લાઉડ કોમ્પ્યુટીંગ વિશે આ બ્લોગના વાચકો હવે અજાણ્યા નહી હોય છતાં પણ અહીંથી ક્લાઉડ સ્ટોરેજ માહિતી લઈ શકો છો.વિન્ડોઝ-૮માં માઈક્રોસોફ્ટ સ્કાઈડ્રાઈવ ઈનબિલ્ટ આવે છે.યુઝર્સ અગત્યની ફાઈલ,સેટીંગ સિંક કરી શકે છે.ડ્રોપબોકસ કે બીજાં એકેય સોફ્ટવેરની જરૂર પડતી નથી.


૧૦)ઓટોમેટીક કલર ચેન્જઃવિન્ડોઝ-૮માં અગર વોલપેપર વાદળી રંગનું છે તો ટાસ્કબાર અને વિન્ડોઝ પણ આપમેળે વાદળી રંગનાં થઈ જાય છે.


આ ઉપરાંત પણ વિન્ડોઝ-૮ અનેક સુવિધાઓ પૂરી પાડે છે,બધી સુવિધાઓ માહિતી દ્વારા મેળવવા કરતાં એકાદ વાર વિન્ડોઝ-૮ વાપરી જુઓ(બીજાના નહીં તમારા કોમ્પ્યુટરમાં;)...


ક્લાઉડ સ્ટોરેજ

આજકાલ કમ્પ્યૂટરની દુનિયામાં ક્લાઉડ કમ્પ્યૂટીંગનો બહુ દેકારો છે.દરેક કંપની પોતાના ઉત્પાદનનોને(પ્રોડક્ટ્સ યુ સી..:) ક્લાઉડ આધારીત બનાવવા લાગી છે.લગભગ બધા જ કમ્પ્યૂટર નિર્માતા કંપનીઓ પોતાના ડિવાઈસીસને ક્લાઉડ માટે હાર્ડવેરની દ્ર્ષ્ટીએ રેડી રાખવા માટે કામે લાગી ગયા છે.તો ચાલો જાણીએ કે આ ક્લાઉડ શું છે??


6964322500_344e90203f_mક્લાઉડ કોમ્પ્યુટીંગ એ કમ્પ્યુટરની દુનિયાનું નવું નામ નથી.જેનું કેન્દ્રબિંદુ(સેન્ટર)ક્લાઉડ હોય છે.ક્લાઉડ નામ તેની જટીલ ગૂંથણી જેવી કાર્યરચનાને લીધે પડ્યું.ક્લાઉડ એટલે પબ્લિક(જોઈ લેજો તમતમારે ડિક્સનરીમાં પછી જોઈ લેજો)ક્લાઉડ એક એવું સુવ્યવસ્થિત જાળું છે કે જેમાં સર્વરની સ્ટોરેજ ક્ષમતાને વિવિધ યુઝરોમાં વહેંચી દેવામાં આવે છે.સેવાનું કામ થાય છે.કરો સેવા તો મળે મેવાની જેમ જ-અને ગૂગલ વાળા તો આવી ‘સેવા’ની રાહે જ હોવાના! તમે  ગૂગલ-ડ્રાઈવ નું નામ સાંભળ્યું છે??-તે એક પ્રકારનું ક્લાઉડ સ્ટોરેજ જ છે.ગૂગલ 5 GB સુધીનું ઓનલાઈન સ્ટોરેજ પુરૂ પાડે છે.અને એ પણ પાછું મફત.કોઈ પણ ફાઈલ એ પછી મલ્ટીમિડીયા ફાઈલ હોય કે ઓફિસ ડોક્યુમેન્ટ બધું જ સંઘરી શકાય.’ગૂગલ-ડોક્સ” પણ આવું જ ક્લાઉડ સ્ટોરેજ છે પણ તેમાં માત્ર ઓફિસ ડોક્યુમેન્ટસ સ્ટોર થઈ શકતા.ગૂગલવાળાઓ આનો થર્ડ પાર્ટી એપ્સ પણ રાખે છે-ગૂગલ ક્રોમ સ્ટોરમાંથી ગોતી લ્યો!
6984701854_e318cc7baf_mગૂગલવાળા ઝડપ કરે તો માઈક્રોસોફટ કહે અમે કેમ પાછળ રહીએ? મારા વાલીડા એ પણ લઈ આવ્યાં-માઈક્રોસોફ્ટ સ્કાઈડ્રાઈવ.સ્કાઈડ્રાઈવ એક ફાઈલ હોસ્ટીંગ સેવા છે જે તેના યુઝર્સને 7GB સુધીનું સંઘરવામાં મદદ કરે છે.એમાં ડેસ્કટોપથી 2GB સુધીની ફાઈલ અપલોડ કરી શકાય છે.હવે માઈક્રોસોફ્ટ હોય એટલે વિન્ડોઝ તો હોય જ.વિન્ડોઝ-8 માં આની ઈનબિલ્ટ એપ્સ પણ મૂકી દીધી છે.જ્યારે અન્ય વિન્ડોઝ અને મેક માટે ક્લાઈન્ટ સોફટવેર ફ્રિ માં ઉપલબ્ધ છે.
આ ઉપરાંત પણ અનેક ક્લાઉડ સ્ટોરેજ શેરીંગ જોવા મળે જેમ કે ઉબુંટુ-૧,આઈ-ક્લાઉડ,ડ્રોપ બોક્સ
ગૂગલ વાળા તો ક્લાઉડ-સ્ટોરેજ ઓપરેટીંગ સીસ્ટમ પણ લઈ આવ્યાં છે-ક્રોમ OS.લિનક્સ બેઝ આ ઓપરેટીંગ સીસ્ટમનાં કેન્દ્રમાં એક બ્રાઉઝર છે જે મિડીયા પ્લેયર,ગેમ્સ,પિકાસા,પેઈન્ટ અને ઓપનઓફિસ સોફ્ટવેર થી સજ્જ છે.ડેસ્કટોપ એપ્લીકેશનની જગ્યા વેબ એપ્લીકેશને લઈ લીધી છે.બધું ઓનલાઈન સ્ટોરેજ,જોઈએ ત્યારે લઈ લેવાનું.પણ આપણે ભારત વાળાએ ખાલી આનાં સપનાં જ જોવાના છે,કારણ કે ઓછી ઈન્ટરનેટ સ્પીડને લીધે ગૂગલની ક્રોમ-OS ભારતમાં લોન્ચ નથી થઈ.સેમસંગ અને એસ્સર વાળાએ તો ક્રોમ-OS સપોર્ટ કરે તેવાં નોટબુક પણ લોન્ચ કર્યા છે.

==ક્લાઉડ સ્ટોરેજના લાભ??=============================================
હવે તમે એવું વિચારતાં હો કે ફાઈલ હોસ્ટીંગ માટે તો ઈન્ટરનેટમાં અઢળક સાઈટ્સ ઉપલબ્ધ છે.તો તેમાં અને આમાં ફેર છે ભઈલા…બાકીની એકેય સાઈટ્સ ફ્રિ માં સ્ટોરેજ પુરૂ નથી પાડતી.અને સિક્યુરીટીમાં પણ ડખ્ખા થાય.
બીજી વાત એવી ઓનલાઈન શેરીંગ સાઈટ્સમાં ક્યારેક ફાઈલ અપલોડ કરી જોજો.સ્પીડ ગોકળગાય જેવી હોય.અને ક્લાઉડ સ્ટોરેજ સોફ્ટવેર ફ્રિ માં સારી સ્પીડે અપલોડ કરવાં દે.

===ટુંકૂ અને ટચ======================================================
ટૂંકમાં કહું તો ક્લાઉડ સ્ટોરેજ એટલે જે તે પ્રતિષ્ઠિત કંપનીઓ-જેવી કે ગૂગલ,માઈક્રોસોફટ તમારા ડેટાને વ્યવસ્થિત ફોલ્ડર વાઈઝ તેના સર્વર પર મૂકવા દે.એ ડેટાને તમે દુનિયાના કોઈપણ ખૂણામાં તડકો હોય કે ટાઢ હોય…વરસાદ હોય કે વાવણી હોય એક્સેસ કરી શકો.ફ્રી માં.

====ઈન્સ્ટોલ કેમ કરવું===================================================
દરેક ક્લાઉડ સ્ટોરેજ પ્રોવાઈડર ફોન અને કમ્પ્યૂટર માટે ક્લાઈન્ટ સોફ્ટવેર રાખે છે.તેને તમારાં ડેસ્કટોપ કે લેપટોપ પર ઈન્સ્ટોલ કરો એટલે તે સોફ્ટ્વેર એક લોકલ ફોલ્ડર બનાવે તેમાં તમારે જે ફાઈલનું શેરીંગ કરવું હોય કે ઓનલાઈન સ્ટોર કરવી હોય તે કોપી મારી દેવાની.પછી ઈન્ટરનેટ ચાલુ(જો હવે ડખ્ખો નઈં કરતા…નેટ ફ્રી તમારે કરાવવાનું હોય) તમે જે નામે એકાઉન્ટ બનાવ્યું હોય તે નામે સેવ થઈ જાય.પછી તમે કે તમારો મિત્ર કોઈપણ ખૂણેથી તમારા ક્લાઉડ-સ્ટોરેજનાં લોકલ ફોલ્ડરમાં રહેલી ફાઈલને એક્સેસ કરી શકે.
તો ડાઉનલોડ કરી દો ક્લાઉડ-સ્ટોરેજ ડ્રાઈવ તેને હરતીફરતી પેન-ડ્રાઈવ બનાવી દો