Friday, February 8, 2013 Tags: 0 comments

આઠ નંબરની બારી...(વિન્ડોઝ-૮) વિશે.

ચાલો આજે વિન્ડોઝ-૮ ની કેટલીક વિશેષતાઓ ચકાસીએ..



૧)શાનદાર પરફોર્મન્સઃમાઈક્રોસોફ્ટ દુનિયાની કેટલીક એવી કંપનીઓમાં શુમાર છે કે જે તેની પ્રોડક્ટ વેલ્યુ જાળવવા માટે અનેક પ્રયોગો કરે રાખે.અબજો રૂપિયા માત્ર સંશોધન પાછળ ખર્ચી નાંખે.પ્રોડક્ટ વેલ્યુ જાળવવા ગમે તે હદે જઈ શકે.આમ છતાં પણ વિન્ડોઝ વિસ્ટા વખતે ભૂલ થયેલી.આ ભૂલને(કઈ ભૂલ??-વેરી ગુડ ક્વેશ્ચન ;)--ભૂલ એ જ કે માઈક્રોસોફ્ટ દ્વારા વિસ્ટાને વધુ-પડતી હાર્ડવેર-સપોર્ટીવ બનાવવા જતાં તેનો ફિયાસ્કો થયેલો,કારણ કે વિસ્ટા ઓપરેટીંગ સીસ્ટમ વધુ પડતી સ્લો થઈ ગયેલી.અહીં એ ભૂલનું પુનરાવર્તન થયું નથી અને વિન્ડોઝ-૮ હાર્ડવેર સપોર્ટીવ તો છે જ સાથે ઓછી રેમ ધરાવતાં કમ્પ્યૂટરોમાં સ્મૂધલી ચાલી શકે છે.


૨)ઝડપી ઓન-ઓફઃવિન્ડોઝ-૮માં હાઈબરનેટીંગ અને શટ-ડાઉન આ બંને ટેકનીકનો ઉપયોગ કરીને હાઈબ્રીડ-બૂટ-ટેક્નીકનો ઉપયોગ થયો છે(જોયું?? છે ને કમ્મ્માલ!).જ્યારે મારી તમારી જેવા યુઝર સીસ્ટમને શટ-ડાઉન કરે ત્યારે હાઈબ્રીડ-બૂટ ઓટોમેટીક રીતે કર્નલને હાઈબરનેટ કરી દે જેથી બીજીવાર કોમ્પ્યુટર સ્ટાર્ટ કરતી વખતે જલદી સ્ટાર્ટ થઈ જાય.


૩)નવી સર્ચ સુવિધાઃવિન્ડોઝ-૮માં સ્ટાર્ટ સ્ક્રિન પર કોઈ સર્ચ બોક્સ નથી(યાદ છે બિલોરી કાચ વાળુ સર્ચ બોક્સ??).વિન્ડોઝ-૮માં કાંઈક ટાઈપ કરવાનું શરૂ કરો તે ઓટોમેટીકલી સર્ચ થવા લાગે.આ સુવિધા લિનક્સ ના ઉબુન્ટુમાં પણ છે. કોઈ પણ એપ્લીકેશન,ફાઈલ ઝડપથી શોધી શકાય.


૪)વિન્ડોઝ સ્ટોરઃવિન્ડોઝ સ્ટોર એ ઓનલાઈન એપ્લીકેશન સ્ટોર છે.જે મિત્રો ઉબુન્ટુ કે મેક વાપરતાં હશે તેને એપ્લીકેશન સ્ટોરની ખબર હશે જ કારણ કે આ બંને ઓપરેટીંગ સીસ્ટમમાં ઘણાં સમય પહેલાથી એપ્સ સ્ટોર ઈનબિલ્ટ આવે છે.એન્ડ્રોઈડ મોબાઈલમાં આવતી ગુગલ પ્લે એપ્લીકેશન યાદ છે?? બસ તેની જેમ જ વિન્ડોઝ સ્ટોરમાં જઈને તમે મનગમતી એપ્લીકેશન,વિજેટ ડાઉનલોડ કરી શકો.એ પણ વળી ફ્રી માં.


૫)ઝડપથી કોપી કરવાની સુવિધાઃવિન્ડોઝ-૮માં કોપીબારમાં પોઝ,રીઝ્યુમ જેવા ઓપ્શન આપવામાં આવ્યાં છે.જેથી યુઝર્સને નવો કોઈ કોપી સોફ્ટવેર વાપરવો ના પડે(ટેરા કોપી તેરા ક્યા હોગા??).ડેટા ટ્રાન્સફર રેટ પણ વધ્યો છે.


૬)ઈમેજ અને ફાઈલ ચલાવવાંઃઅગાઉની વિન્ડોઝ માં ફાઈલ ચલાવવા માટે ડેમોન ટૂલ્સ કે એ પ્રકારનાં બીજા સોફ્ટવેર વાપરવા પડતાં.જ્યારે વિન્ડોઝ-૮માં તે માટે એક ઈનબિલ્ટ સોફ્ટ્વેર આવે છે.વારંવાર ડિસ્ક અંદર-બહાર કરવાંને બદલે એકવાર માઉન્ટ કરી દેવાથી સેવ થઈ જાય.ગમે ત્યારે ઉપયોગ કરી શકો.


૭)ઈનબિલ્ટ એન્ટી-વાયરસઃવિન્ડોઝ-૮માં માઈક્રોસોફ્ટ સંચાલિત વિન્ડોઝ ડિફેંડર નામનો સોફ્ટ્વેર આવે છે.જો કે આ સોફ્ટ્વેર માઈક્રોસોફટ સિક્યોરીટી એસેંશ્યીલનું નવું નામ જ છે.વિન્ડોઝ-૮માં વેબ ફિલ્ટરીંગ,એપ્લીકેશન રીસ્ટ્રીકશન જેવી સુવિધાઓ પણ ઈનબિલ્ટ છે.જે સિક્યુરીટી ટાઈટ રાખે છે


૮)એક કરતાં વધુ સ્ક્રીનઃવિન્ડોઝ-૮માં તમે એક ટેબમાં ડેસ્કટોપ ચાલુ રાખી શકો તો બીજા ટેબમાં સ્ટાર્ટ મેનુ જોઈ શકો.અફકોર્સ બંને વચ્ચે સ્વેપ કરી શકાય.


૯)ક્લાઉડ કોમ્પ્યુટીંગઃક્લાઉડ કોમ્પ્યુટીંગ વિશે આ બ્લોગના વાચકો હવે અજાણ્યા નહી હોય છતાં પણ અહીંથી ક્લાઉડ સ્ટોરેજ માહિતી લઈ શકો છો.વિન્ડોઝ-૮માં માઈક્રોસોફ્ટ સ્કાઈડ્રાઈવ ઈનબિલ્ટ આવે છે.યુઝર્સ અગત્યની ફાઈલ,સેટીંગ સિંક કરી શકે છે.ડ્રોપબોકસ કે બીજાં એકેય સોફ્ટવેરની જરૂર પડતી નથી.


૧૦)ઓટોમેટીક કલર ચેન્જઃવિન્ડોઝ-૮માં અગર વોલપેપર વાદળી રંગનું છે તો ટાસ્કબાર અને વિન્ડોઝ પણ આપમેળે વાદળી રંગનાં થઈ જાય છે.


આ ઉપરાંત પણ વિન્ડોઝ-૮ અનેક સુવિધાઓ પૂરી પાડે છે,બધી સુવિધાઓ માહિતી દ્વારા મેળવવા કરતાં એકાદ વાર વિન્ડોઝ-૮ વાપરી જુઓ(બીજાના નહીં તમારા કોમ્પ્યુટરમાં;)...


No Response to "આઠ નંબરની બારી...(વિન્ડોઝ-૮) વિશે."

Post a Comment