Friday, February 8, 2013 Tags: 0 comments

આઠ નંબરની બારી...(વિન્ડોઝ-૮) વિશે.

ચાલો આજે વિન્ડોઝ-૮ ની કેટલીક વિશેષતાઓ ચકાસીએ..



૧)શાનદાર પરફોર્મન્સઃમાઈક્રોસોફ્ટ દુનિયાની કેટલીક એવી કંપનીઓમાં શુમાર છે કે જે તેની પ્રોડક્ટ વેલ્યુ જાળવવા માટે અનેક પ્રયોગો કરે રાખે.અબજો રૂપિયા માત્ર સંશોધન પાછળ ખર્ચી નાંખે.પ્રોડક્ટ વેલ્યુ જાળવવા ગમે તે હદે જઈ શકે.આમ છતાં પણ વિન્ડોઝ વિસ્ટા વખતે ભૂલ થયેલી.આ ભૂલને(કઈ ભૂલ??-વેરી ગુડ ક્વેશ્ચન ;)--ભૂલ એ જ કે માઈક્રોસોફ્ટ દ્વારા વિસ્ટાને વધુ-પડતી હાર્ડવેર-સપોર્ટીવ બનાવવા જતાં તેનો ફિયાસ્કો થયેલો,કારણ કે વિસ્ટા ઓપરેટીંગ સીસ્ટમ વધુ પડતી સ્લો થઈ ગયેલી.અહીં એ ભૂલનું પુનરાવર્તન થયું નથી અને વિન્ડોઝ-૮ હાર્ડવેર સપોર્ટીવ તો છે જ સાથે ઓછી રેમ ધરાવતાં કમ્પ્યૂટરોમાં સ્મૂધલી ચાલી શકે છે.


૨)ઝડપી ઓન-ઓફઃવિન્ડોઝ-૮માં હાઈબરનેટીંગ અને શટ-ડાઉન આ બંને ટેકનીકનો ઉપયોગ કરીને હાઈબ્રીડ-બૂટ-ટેક્નીકનો ઉપયોગ થયો છે(જોયું?? છે ને કમ્મ્માલ!).જ્યારે મારી તમારી જેવા યુઝર સીસ્ટમને શટ-ડાઉન કરે ત્યારે હાઈબ્રીડ-બૂટ ઓટોમેટીક રીતે કર્નલને હાઈબરનેટ કરી દે જેથી બીજીવાર કોમ્પ્યુટર સ્ટાર્ટ કરતી વખતે જલદી સ્ટાર્ટ થઈ જાય.


૩)નવી સર્ચ સુવિધાઃવિન્ડોઝ-૮માં સ્ટાર્ટ સ્ક્રિન પર કોઈ સર્ચ બોક્સ નથી(યાદ છે બિલોરી કાચ વાળુ સર્ચ બોક્સ??).વિન્ડોઝ-૮માં કાંઈક ટાઈપ કરવાનું શરૂ કરો તે ઓટોમેટીકલી સર્ચ થવા લાગે.આ સુવિધા લિનક્સ ના ઉબુન્ટુમાં પણ છે. કોઈ પણ એપ્લીકેશન,ફાઈલ ઝડપથી શોધી શકાય.


૪)વિન્ડોઝ સ્ટોરઃવિન્ડોઝ સ્ટોર એ ઓનલાઈન એપ્લીકેશન સ્ટોર છે.જે મિત્રો ઉબુન્ટુ કે મેક વાપરતાં હશે તેને એપ્લીકેશન સ્ટોરની ખબર હશે જ કારણ કે આ બંને ઓપરેટીંગ સીસ્ટમમાં ઘણાં સમય પહેલાથી એપ્સ સ્ટોર ઈનબિલ્ટ આવે છે.એન્ડ્રોઈડ મોબાઈલમાં આવતી ગુગલ પ્લે એપ્લીકેશન યાદ છે?? બસ તેની જેમ જ વિન્ડોઝ સ્ટોરમાં જઈને તમે મનગમતી એપ્લીકેશન,વિજેટ ડાઉનલોડ કરી શકો.એ પણ વળી ફ્રી માં.


૫)ઝડપથી કોપી કરવાની સુવિધાઃવિન્ડોઝ-૮માં કોપીબારમાં પોઝ,રીઝ્યુમ જેવા ઓપ્શન આપવામાં આવ્યાં છે.જેથી યુઝર્સને નવો કોઈ કોપી સોફ્ટવેર વાપરવો ના પડે(ટેરા કોપી તેરા ક્યા હોગા??).ડેટા ટ્રાન્સફર રેટ પણ વધ્યો છે.


૬)ઈમેજ અને ફાઈલ ચલાવવાંઃઅગાઉની વિન્ડોઝ માં ફાઈલ ચલાવવા માટે ડેમોન ટૂલ્સ કે એ પ્રકારનાં બીજા સોફ્ટવેર વાપરવા પડતાં.જ્યારે વિન્ડોઝ-૮માં તે માટે એક ઈનબિલ્ટ સોફ્ટ્વેર આવે છે.વારંવાર ડિસ્ક અંદર-બહાર કરવાંને બદલે એકવાર માઉન્ટ કરી દેવાથી સેવ થઈ જાય.ગમે ત્યારે ઉપયોગ કરી શકો.


૭)ઈનબિલ્ટ એન્ટી-વાયરસઃવિન્ડોઝ-૮માં માઈક્રોસોફ્ટ સંચાલિત વિન્ડોઝ ડિફેંડર નામનો સોફ્ટ્વેર આવે છે.જો કે આ સોફ્ટ્વેર માઈક્રોસોફટ સિક્યોરીટી એસેંશ્યીલનું નવું નામ જ છે.વિન્ડોઝ-૮માં વેબ ફિલ્ટરીંગ,એપ્લીકેશન રીસ્ટ્રીકશન જેવી સુવિધાઓ પણ ઈનબિલ્ટ છે.જે સિક્યુરીટી ટાઈટ રાખે છે


૮)એક કરતાં વધુ સ્ક્રીનઃવિન્ડોઝ-૮માં તમે એક ટેબમાં ડેસ્કટોપ ચાલુ રાખી શકો તો બીજા ટેબમાં સ્ટાર્ટ મેનુ જોઈ શકો.અફકોર્સ બંને વચ્ચે સ્વેપ કરી શકાય.


૯)ક્લાઉડ કોમ્પ્યુટીંગઃક્લાઉડ કોમ્પ્યુટીંગ વિશે આ બ્લોગના વાચકો હવે અજાણ્યા નહી હોય છતાં પણ અહીંથી ક્લાઉડ સ્ટોરેજ માહિતી લઈ શકો છો.વિન્ડોઝ-૮માં માઈક્રોસોફ્ટ સ્કાઈડ્રાઈવ ઈનબિલ્ટ આવે છે.યુઝર્સ અગત્યની ફાઈલ,સેટીંગ સિંક કરી શકે છે.ડ્રોપબોકસ કે બીજાં એકેય સોફ્ટવેરની જરૂર પડતી નથી.


૧૦)ઓટોમેટીક કલર ચેન્જઃવિન્ડોઝ-૮માં અગર વોલપેપર વાદળી રંગનું છે તો ટાસ્કબાર અને વિન્ડોઝ પણ આપમેળે વાદળી રંગનાં થઈ જાય છે.


આ ઉપરાંત પણ વિન્ડોઝ-૮ અનેક સુવિધાઓ પૂરી પાડે છે,બધી સુવિધાઓ માહિતી દ્વારા મેળવવા કરતાં એકાદ વાર વિન્ડોઝ-૮ વાપરી જુઓ(બીજાના નહીં તમારા કોમ્પ્યુટરમાં;)...


ક્લાઉડ સ્ટોરેજ

આજકાલ કમ્પ્યૂટરની દુનિયામાં ક્લાઉડ કમ્પ્યૂટીંગનો બહુ દેકારો છે.દરેક કંપની પોતાના ઉત્પાદનનોને(પ્રોડક્ટ્સ યુ સી..:) ક્લાઉડ આધારીત બનાવવા લાગી છે.લગભગ બધા જ કમ્પ્યૂટર નિર્માતા કંપનીઓ પોતાના ડિવાઈસીસને ક્લાઉડ માટે હાર્ડવેરની દ્ર્ષ્ટીએ રેડી રાખવા માટે કામે લાગી ગયા છે.તો ચાલો જાણીએ કે આ ક્લાઉડ શું છે??


6964322500_344e90203f_mક્લાઉડ કોમ્પ્યુટીંગ એ કમ્પ્યુટરની દુનિયાનું નવું નામ નથી.જેનું કેન્દ્રબિંદુ(સેન્ટર)ક્લાઉડ હોય છે.ક્લાઉડ નામ તેની જટીલ ગૂંથણી જેવી કાર્યરચનાને લીધે પડ્યું.ક્લાઉડ એટલે પબ્લિક(જોઈ લેજો તમતમારે ડિક્સનરીમાં પછી જોઈ લેજો)ક્લાઉડ એક એવું સુવ્યવસ્થિત જાળું છે કે જેમાં સર્વરની સ્ટોરેજ ક્ષમતાને વિવિધ યુઝરોમાં વહેંચી દેવામાં આવે છે.સેવાનું કામ થાય છે.કરો સેવા તો મળે મેવાની જેમ જ-અને ગૂગલ વાળા તો આવી ‘સેવા’ની રાહે જ હોવાના! તમે  ગૂગલ-ડ્રાઈવ નું નામ સાંભળ્યું છે??-તે એક પ્રકારનું ક્લાઉડ સ્ટોરેજ જ છે.ગૂગલ 5 GB સુધીનું ઓનલાઈન સ્ટોરેજ પુરૂ પાડે છે.અને એ પણ પાછું મફત.કોઈ પણ ફાઈલ એ પછી મલ્ટીમિડીયા ફાઈલ હોય કે ઓફિસ ડોક્યુમેન્ટ બધું જ સંઘરી શકાય.’ગૂગલ-ડોક્સ” પણ આવું જ ક્લાઉડ સ્ટોરેજ છે પણ તેમાં માત્ર ઓફિસ ડોક્યુમેન્ટસ સ્ટોર થઈ શકતા.ગૂગલવાળાઓ આનો થર્ડ પાર્ટી એપ્સ પણ રાખે છે-ગૂગલ ક્રોમ સ્ટોરમાંથી ગોતી લ્યો!
6984701854_e318cc7baf_mગૂગલવાળા ઝડપ કરે તો માઈક્રોસોફટ કહે અમે કેમ પાછળ રહીએ? મારા વાલીડા એ પણ લઈ આવ્યાં-માઈક્રોસોફ્ટ સ્કાઈડ્રાઈવ.સ્કાઈડ્રાઈવ એક ફાઈલ હોસ્ટીંગ સેવા છે જે તેના યુઝર્સને 7GB સુધીનું સંઘરવામાં મદદ કરે છે.એમાં ડેસ્કટોપથી 2GB સુધીની ફાઈલ અપલોડ કરી શકાય છે.હવે માઈક્રોસોફ્ટ હોય એટલે વિન્ડોઝ તો હોય જ.વિન્ડોઝ-8 માં આની ઈનબિલ્ટ એપ્સ પણ મૂકી દીધી છે.જ્યારે અન્ય વિન્ડોઝ અને મેક માટે ક્લાઈન્ટ સોફટવેર ફ્રિ માં ઉપલબ્ધ છે.
આ ઉપરાંત પણ અનેક ક્લાઉડ સ્ટોરેજ શેરીંગ જોવા મળે જેમ કે ઉબુંટુ-૧,આઈ-ક્લાઉડ,ડ્રોપ બોક્સ
ગૂગલ વાળા તો ક્લાઉડ-સ્ટોરેજ ઓપરેટીંગ સીસ્ટમ પણ લઈ આવ્યાં છે-ક્રોમ OS.લિનક્સ બેઝ આ ઓપરેટીંગ સીસ્ટમનાં કેન્દ્રમાં એક બ્રાઉઝર છે જે મિડીયા પ્લેયર,ગેમ્સ,પિકાસા,પેઈન્ટ અને ઓપનઓફિસ સોફ્ટવેર થી સજ્જ છે.ડેસ્કટોપ એપ્લીકેશનની જગ્યા વેબ એપ્લીકેશને લઈ લીધી છે.બધું ઓનલાઈન સ્ટોરેજ,જોઈએ ત્યારે લઈ લેવાનું.પણ આપણે ભારત વાળાએ ખાલી આનાં સપનાં જ જોવાના છે,કારણ કે ઓછી ઈન્ટરનેટ સ્પીડને લીધે ગૂગલની ક્રોમ-OS ભારતમાં લોન્ચ નથી થઈ.સેમસંગ અને એસ્સર વાળાએ તો ક્રોમ-OS સપોર્ટ કરે તેવાં નોટબુક પણ લોન્ચ કર્યા છે.

==ક્લાઉડ સ્ટોરેજના લાભ??=============================================
હવે તમે એવું વિચારતાં હો કે ફાઈલ હોસ્ટીંગ માટે તો ઈન્ટરનેટમાં અઢળક સાઈટ્સ ઉપલબ્ધ છે.તો તેમાં અને આમાં ફેર છે ભઈલા…બાકીની એકેય સાઈટ્સ ફ્રિ માં સ્ટોરેજ પુરૂ નથી પાડતી.અને સિક્યુરીટીમાં પણ ડખ્ખા થાય.
બીજી વાત એવી ઓનલાઈન શેરીંગ સાઈટ્સમાં ક્યારેક ફાઈલ અપલોડ કરી જોજો.સ્પીડ ગોકળગાય જેવી હોય.અને ક્લાઉડ સ્ટોરેજ સોફ્ટવેર ફ્રિ માં સારી સ્પીડે અપલોડ કરવાં દે.

===ટુંકૂ અને ટચ======================================================
ટૂંકમાં કહું તો ક્લાઉડ સ્ટોરેજ એટલે જે તે પ્રતિષ્ઠિત કંપનીઓ-જેવી કે ગૂગલ,માઈક્રોસોફટ તમારા ડેટાને વ્યવસ્થિત ફોલ્ડર વાઈઝ તેના સર્વર પર મૂકવા દે.એ ડેટાને તમે દુનિયાના કોઈપણ ખૂણામાં તડકો હોય કે ટાઢ હોય…વરસાદ હોય કે વાવણી હોય એક્સેસ કરી શકો.ફ્રી માં.

====ઈન્સ્ટોલ કેમ કરવું===================================================
દરેક ક્લાઉડ સ્ટોરેજ પ્રોવાઈડર ફોન અને કમ્પ્યૂટર માટે ક્લાઈન્ટ સોફ્ટવેર રાખે છે.તેને તમારાં ડેસ્કટોપ કે લેપટોપ પર ઈન્સ્ટોલ કરો એટલે તે સોફ્ટ્વેર એક લોકલ ફોલ્ડર બનાવે તેમાં તમારે જે ફાઈલનું શેરીંગ કરવું હોય કે ઓનલાઈન સ્ટોર કરવી હોય તે કોપી મારી દેવાની.પછી ઈન્ટરનેટ ચાલુ(જો હવે ડખ્ખો નઈં કરતા…નેટ ફ્રી તમારે કરાવવાનું હોય) તમે જે નામે એકાઉન્ટ બનાવ્યું હોય તે નામે સેવ થઈ જાય.પછી તમે કે તમારો મિત્ર કોઈપણ ખૂણેથી તમારા ક્લાઉડ-સ્ટોરેજનાં લોકલ ફોલ્ડરમાં રહેલી ફાઈલને એક્સેસ કરી શકે.
તો ડાઉનલોડ કરી દો ક્લાઉડ-સ્ટોરેજ ડ્રાઈવ તેને હરતીફરતી પેન-ડ્રાઈવ બનાવી દો