નોકિયા કે સાથ એન્ડ્રોઈડઃદિલ બહલાને કે લિયે ખ્યાલ અચ્છા હૈ!
નોકિયા એક સ્ટેરીયોટાઈપ્ડ બ્રાન્ડ વેલ્યૂ ધરાવતી મોબાઈલ કંપની છે.મતલબ કે નોકિયા એ મોબાઈલ દુનિયાની 'શાહરૂખ ખાન' છે.લોકપ્રિય છે,પરંતુ નવાં પ્રયોગો કરવાનું ટાળે છે.સરળતાથી સમજાવું તો નોકિયા તેની લોકપ્રિયતા ટકાવી રાખવાં માટે એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર જવાને બદલે એ જ રૂટીન પ્રોસેસરો અને મોંઘા સ્માર્ટફોનમાં વિન્ડોઝ ચલાવ્યે રાખે છે.જો એન્ડ્રોઈડ અને નોકિયા એકસાથે આવે તો??-વેલ,સામાન્ય મોબાઈલ યુઝર્સ માટે આ ઘી-કેળાં જેવી પરીસ્થિતી જરૂર ગણાય.પરંતુ નજીકના ભવિષ્યમાં આવુ બનવાનાં સંજોગો ઘણાં ઓછાં છે.
કારણ? -વેલ,શા માટે નોકિયા એન્ડ્રોઈડ સિસ્ટમ ના સ્વીકારે તેનાં કારણો તપાસતાં પહેલાં આપણે નોકિયા વિશે કેટલીક ફેક્ટ્સ જોઈએઃ
નોકિયા એ ફિનલેન્ડની એક પેપર-મીલનું નામ હતું જેનાં માલિક હતાં -ફેડ્રીક ઈડેસ્ટેમ.આ મીલ ૧૮૬૫નાં સમયગાળા દરમિયાન દક્ષિણ ફિનલેન્ડની આસપાસના વિસ્તારોમાં બહુ જ પ્રખ્યાત હતી.સમય જતાં જ્યારે ફેડ્રિક ઈડેસ્ટેમને મોબાઈલ મેન્યુફેકચરીંગનું ભૂત ચડ્યું.ફેડ્રિકે કોલેજકાળનાં મિત્ર લિઓ મેકેલીનને વાત કરી.લિઓ એ બિઝનેસ પાર્ટનર બનવાની ઈચ્છા દર્શાવી.અને આ રીતે એક પેપરમીલ વિશ્વવિખ્યાત મોબાઈલફોન બ્રાન્ડ 'નોકિયા'માં પરીવર્તિત થઈ.
નોકિયા માત્ર મોબાઈલ ફોન કે એને લગતી એસેસરીઝ જ નથી બનાવતી.૨૦૦૫ માં ડિઝીટલ કેમેરા બનાવતા વિશ્વનાં શ્રેષ્ઠ પાંચ મેન્યુફેક્ચર્સમાં નોકિયાનું નામ હતું.
નોકિયાએ બનાવેલો સૌપ્રથમ મોબાઈલફોનઃ મોબીરા સેનેટર |
હવે એ જાણીએ કે નોકિયા અને એન્ડ્રોઈડ એકસાથે શા માટે નહી??
કદાચ આ પ્રશ્ન એવો છે કે પૃથ્વી પર એલિયનો હવે ક્યારે દેખા દેશે? મતલબ કે,આ વાત એટલી જ અશક્ય છે જેટલી નોકિયા એન્ડ્રોઈડ સિસ્ટ્મ(ઓપરેટીંગ સિસ્ટ્મ) ધરાવતાં સ્માર્ટફોન ડિઝાઈન કરવાં લાગે.આ વાત અશક્ય છે.પરંતુ શા માટે? જોઈએ તેનાં કારણોઃ
૧)એન્ડ્રોઈડ બધે જઃવર્તમાન પરીસ્થિતી મુજબ દર બીજા કે ત્રીજા દિવસે લોકલ કે ઈન્ટરનેશનલ મોબાઈલ બ્રાન્ડ એન્ડ્રોઈડ ફોન્સ રજૂ કરે છે.અરે..૧૫૦૦ કે ૨૦૦૦માં મળતાં ચાઈનીઝ સ્માર્ટફોન્સ પણ એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર બનેલાં હોય.આવાં સમયે ઈન્ટરનેશનલ લેવલે માત્ર સેમસંગ જ એવી મોબાઈલ બ્રાન્ડ છે જેમણે એન્ડ્રોઈડ પ્લેટફોર્મ સાથે કંઈક અંશે ન્યાય કર્યો હોય.સેમસંગ અત્યારે એન્ડ્રોઈડ પ્રોસેસરો વાપરતી નંબર વન મેન્યુફેકચરીંગ બ્રાન્ડ છે,જ્યારે નોકિયા વિન્ડોઝ પ્લેટફોર્મ પર મોબાઈલ ડિઝાઈન કરતી નંબર વન બ્રાન્ડ છે.જો નોકિયા એન્ડ્રોઈડનું શરણ સ્વીકારે અને એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર સ્માર્ટફોન બનાવવા લાગે તો આડકતરી રીતે સેમસંગનું કામ સરળ થઈ જાય.એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર સેમસંગ સામે નોકિયા ઝીંક ના ઝીલી શકે.અને સરવાળે નોકિયાની હાલત આજે સોની એરીકસન કે માઈક્રોમેક્સની છે એવી થઈ જાય.ખોટનો ધંધો તો ના થાય પરંતુ સેમસંગથી ઘણી બધી બાબતે નોકિયા હારી જાય.અને આ બધાની અસર કંપનીનાં રેવેન્યૂ પર પડે.આથી જ નોકિયા એ છેક શરૂઆતથી એન્ડ્રોઈડ વિરોધી વલણ અપનાવેલ છે.છે ને સ્માર્ટમૂવ!!
૨)માઈક્રોસોફ્ટ સાથે દગાખોરીઃનોકિયા લિમીટેડને ફાઈનાન્સીયલ ક્રાઈસીસ સમયે માઈક્રોસોફ્ટે કરોડો ડોલર્સની સહાય કરી હતી.એ સમયે વિધીવત રીતે બંને કંપનીઓ વચ્ચે એવો કરાર થયેલો કે નોકિયાનાં સ્માર્ટફોન્સમાં માઈક્રોસોફ્ટ તેનાં વિન્ડોઝ પ્રોસેસરો બેસાડવાનાં.મતલબ કે નોકિયા ચાહે તોપણ એન્ડ્રોઈડને આવકારી ના શકે.અને નોકિયાને વધારે વેપારની લ્હાયમાં માઈક્રોસોફ્ટ સાથે દગાખોરી તો ના જ પોસાય.
મુશ્કેલીનો મિત્ર માઈક્રોસોફ્ટ ના મૂકાય! |
૩) ગૂગલ મેપનો ડખ્ખોઃ ૨૦૦૫માં જર્મની-બેઝ્ડ ડિઝીટલ મેપ સપ્લાયર કંપની નેવટેક સાથે નોકિયાએ ૮ કરોડ બિલીયન ડોલરનો કરાર કરેલો.આ કરાર શું હતો? કે નેવટેકે નોકિયાના દરેક સ્માર્ટફોનમાં ડિઝીટલ મેપ ઈન્સ્ટોલ કરવાનાં.જો હવે નોકિયા તેનાં સ્માર્ટફોન્સમાં એન્ડ્રોઈડ સિસ્ટમ વાપરે તો તેમાં ઈનબિલ્ટ ગૂગલ મેપ આવે.તો નેવટેકનું શું કરવું,કરોડો બિલીયન ડોલર્સનું દેવાળું થઈ જાય.
નેવટૅક ડિઝીટલ મેપ લોગો |
ઉપરોક્ત કારણોને લીધે નોકિયા એન્ડ્રોઈડ સાથે તાલ મિલાવી ના શકે.બીજા પણ કારણો હોય શકે પરંતુ એ વાત નક્કી છે કે નોકિયા એ દુનિયાની કેટલીક ચુનિંદા કંપનીઓમાં શુમાર છે જેણે પોતાના ગ્રાહકો સાથે સતત વિશ્વાસનો સબંધ જાળવી રાખ્યો છે.વધુ નફાની કે વધુ વેપારની લ્હાયમાં નોકિયા તેની બ્રાન્ડવેલ્યૂ સાથે છેતરપિંડી ના જ કરે.અને તેની જગ્યાએ કોઈપણ બીજી ઈન્ટરનેશનલ લેવલની કંપની આવાં પગલાં ના ભરી શકે.
માટે નોકિયા+એન્ડ્રોઈડનો મીઠો-મધુરો ખ્યાલ મનમાંથી કાઢી નાંખો અને તમારાં એન્ડ્રોઈડ સ્માર્ટફોનને ચાર્જીંગમાં મૂકી દો.એન્ડ્રોઈડ-ફોન્સની બેટરી સાવ બંડલ કક્ષાની 'ડલ' હોય છે,સિવાય કે તમારી પાસે ૩૦થી ૩૫ હજારવાળો એન્ડ્રોઈડ સ્માર્ટફોન હોય.નોકિયાની આ ક્ષેત્રે ખૂબી ગણી શકાય.
આવજો...
નોકિયા એન્ડ્રોઈડ આવું કોમ્બીનેશન લાગે :) |